ક્રાઈમ એન્ડ કરપ્શન ફ્રી મિશન ઇન્ડિયા ફાઉન્ડેશન (CCFM INDIA)
“Building a Corruption-Free India through Justice, Transparency, and Integrity''
- શું તમે ક્યારેય ભ્રષ્ટાચારનો સામનો કર્યો છે?
- શું તમને તમારા કાનૂની અધિકારો વિશે સંપૂર્ણ માહિતી નથી?
- શું તમે સમાજમાં બદલાવ લાવવા માંગો છો?
CCFM INDIA એ જ માટે કાર્યરત છે.
આ સંસ્થા Companies Act, 2013 ની Section 8 હેઠળ નોંધાયેલ છે, એટલે કે આ સંસ્થા કોઈપણ પ્રકારનો નફો કમાવવા માટે નહીં પરંતુ માત્ર સામાજિક અને જાહેર હિત માટે કાર્ય કરે છે.
અમે નીચેના મુખ્ય ક્ષેત્રોમાં કાર્ય કરીએ છીએ:
- ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ
- કાનૂની માર્ગદર્શન અને સહાય
- સાયબર ક્રાઈમ જાગૃતિ
- મહિલા અને યુવા સશક્તિકરણ
- ગ્રામ અને સામાજિક વિકાસ





પ્રવૃત્તિઓ
અમારી મુખ્ય પ્રવૃત્તિઓ:
01.
— ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ
લોકોને ભ્રષ્ટાચાર શું છે, તે કેવી રીતે થાય છે અને તેને કેવી રીતે રોકી શકાય તે સમજાવવામાં આવે છે.
02.
— કાનૂની માર્ગદર્શન
FIR, ફરિયાદ, પોલીસ પ્રક્રિયા અને કોર્ટ સંબંધિત માહિતી આપવામાં આવે છે.
03.
— સાયબર ક્રાઈમ જાગૃતિ
OTP ફ્રોડ, ઓનલાઈન ઠગાઈ અને સોશિયલ મીડિયા સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
04.
— મહિલા સુરક્ષા
મહિલાઓને તેમના કાનૂની અધિકારો અને સુરક્ષા વિશે જાગૃત કરવામાં આવે છે.
05.
— યુવા વિકાસ
યુવાનોને નશા મુક્ત જીવન, શિક્ષણ અને સમાજ સેવા તરફ દોરવામાં આવે છે.
06.
— ગ્રામ વિકાસ
ગામોમાં સ્વચ્છતા, શિક્ષણ અને જનસહાય કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
👉 અમે મેદાનમાં જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધીએ છીએ.
અમારી વિશેષતા:
- કાયદાકીય માર્ગદર્શન સાથે કાર્ય
- પારદર્શક નાણાકીય વ્યવસ્થા
- સીધા લોકો સુધી પહોંચ
- Government અને CSR સાથે કામ કરવાની ક્ષમતા
તમે કેવી રીતે જોડાઈ શકો?
- Volunteer બનીને
- Member બનીને
- Donation આપી
- Awareness ફેલાવી
